Thursday, 23 May 2019

A herb that is always used to stay healthy. Click here for more information.

અરડુસી

એક એવી જડીબુટી જેના ઉપયોગ થી વયકતી હંમેશા નિરોગી રહે છે.

ભારતમાાં અરડુસી બધે જ થાય છે. અરડુસીનાાં પાન જામફળીને મળતાાં ત્રણ-ચાર ઈંચ લાાંબાાં, ત્રણ ઈંચ જેટલાાં પહોળાાં અને અણીદાર હોય છે. પાનમાાંથી સહેજ વાસ આવે છે. એને તુલસીની માાંજરની જેમ હારબાંધ સફેદ ફુલો આવે છે. અરડુસી ધોળી અને કાળી એમ બે પ્રકારની થાય છે. ગુણોમાાં કાળી ઉત્તમ ગણાય છે.

અરડુસી મુખ્યત્વે કફઘ્ન, રક્તસ્તાંભક અને જ્વરઘ્ન છે. એ શીતવીયવ, હૃદયને હીતકારી, લઘુ, તીખી, કડવી અને સ્વર-ગળાને હીતાવહ છે. તે વાયુકારક અને સારક છે. અરડુસી કફ, રક્તપીત્ત, ખાાંસી, ઉલટી, તાવ, પ્રમેહ, કોઢ, કમળો, ક્ષય, શીતપીત્ત, અરુચી, તૃષા તથા દમ-શ્વાસ મટાડે છે. કફના નવા રોગો કરતાાં જુના રોગોમાાં વધારે લાભપ્રદ છે.

અરડુસી ક્ષયમાાં ખુબ સારી છે. ક્ષયની આધુનીક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડુસીનો ઉપયોગ થઈ શકે. સુકી અને કફવાળી બાંને ઉધરસમાાં અરડુસી ખુબ હીતાવહ છે. કફ છુટતો ન હોય, ફેફસામાાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાાં તકલીફ થતી હોય, તેમાાં અરડુસી સારુાં કામ કરે છે. અરડુસી રક્તપીત્ત, ક્ષય અને ઉધરસના દદીઓ માટે ઉત્તમ છે.

(૧) અરડુસીનાાં તાજાાં પાનને ખુબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાાંજ ચાટવાથી ખાાંસી મટે છે, કફ જલદી છુટો પડે છે.

(૨) નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડુસીનો અડધી ચમચી રસ એટલા જ મધ સાથે સવાર-સાાંજ આપવાથી રાહત થાય છે.

(૩) અરડુસીના અવલેહને વાસાવલેહ કહે છે. તે ખાાંસી, દમ અને સસણીમાાં સારુાં પરીણામ આપે છે.

(૪) પરસેવો ખુબ ગાંધાતો હોય તો અરડુસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી સવાર-સાાંજ પીવાથી અને અરડુસીનાાં સુકાાં પાનનુાં ચુણવ ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે.

(૫) અરડુસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપીત્ત, કફજ્વર, ફ્લુ, ક્ષય અને કમળામાાં ફાયદો થાય છે
.
(૬) અરડુસી લીવરના સોજા અને કમળામાાં પણ ઉત્તમ પરીણામ આપે છે. અરડુસીનાાં પાન અને ફુલને ધોઈને કાઢેલા ત્રણથી ચાર ચમચી જેટલા રસમાાં બે ચમચી મધ અને એક ચમચી સાકર નાખી સવાર-સાાંજ પીવાથી કફપીત્તજ્વર, રક્તપીત્ત તથા કમળાનો નાશ થાય છે.

(૭) અરડુસીનુાં લાાંબા સમય સુધી સેવન ક્ષયના દદી માટે આશીવાવદ સમાન છે.

(૮) અરડુસીના પાનનો રસ બે-બે ચમચી સવાર, બપોર, સાાંજ લેવાથી રક્તસ્રાવ બાંધ થાય છે, ક્ષય, લોહીવા, હરસ અને રક્તપ્રવાહીકામાાં લાભ થાય છે.

(૯) એકથી બે ચમચી અરડુસીના રસમાાં એટલુાં જ મધ મેળવી સવાર-સાાંજ પીવાથી ઉધરસ મટે છે.

(૧૦) અરડુસીના રસમાાં ફુલાવેલો ટાંકણખાર બે ચણોઠી (૦.૪ ગ્રામ) જેટલો મીશ્ર કરી સવાર-સાાંજ લેવાથી કફ છુટો પડી નીકળી જાય છે.

(૧૧) અરડુસીનાાં પાન, રાક્ષ અને હરડેના ઉકાળામાાં મધ તથા સાકર નાખી પીવાથી ઉધરસ કે કફમાાં લોહી પડતુ હોય તો તે બાંધ થાય છે.

(૧૨) બે ચમચી અરડુસીનો રસ, બે ચમચી મધ અને એક ચમચી માખણ મીશ્ર કરી તેમાાં અડધી ચમચી ત્રીફળા ચુણવ મીશ્ર કરી સવાર-સાાંજ ચાટવાથી દમ-શ્વાસ મટે છે.

(૧૩) અરડુસીનાાં પક્વ-પુણવ ફુલ છાાંયડે સુકવી તેનુાં અડધી ચમચી ચુણવ એટલા જ મધ અને સાકર સાથે મીશ્ર કરી ચાટવાથી રક્તપીત્ત અને રક્તસ્રાવ મટે છે.

(૧૪) અરડુસીના મુળનો ઉકાળો મુત્રાવરોધ મટાડે છે.

(૧૫) અરડુસીનાાં લીલાાંછમ તાજાાં પાનનો ત્રણથી ચાર ચમચી રસ કાઢી તેમાાં બે ચમચી મધ મીશ્ર કરી સવાર-સાાંજ પીવાથી રક્તપીત્ત, ક્ષય, શ્વાસ, કફના રોગો, કમળો અને કફજ્વરમાાં ફાયદો થાય છે. અરડુસીમાાંથી બનાવવામાાં આવતો વાસાવલેહ પણ કફના રોગોમાાં ખુબ જ ઉપયોગી છે.

(૧૬) અરડુસીના પાાંદડાાંનો ફુલો સહીત રસ કાઢી મધ સાથે મીશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે લેવાથી થોડા દીવસોમાાં જ દમ, ઉધરસ અને કફક્ષય દુર થાય છે.

(૧૭) અરડુસીના ઉકાળાને ઠાંડો પાડી તેમાાં મધ નાખી સવાર-સાાંજ પીવામાાં આવે તો થોડા દીવસમાાં કફના રોગો મટી જાય છે.

(૧૮) અરડુસીના પાાંદડાાં અને દારુહળદરને ખુબ લસોટીને બનાવેલી પેસ્ટ સવાર-સાાંજ લગાડવાથી ખસ, ખરજવુાં, ચામડીના જુના રોગો મટે છે.

(૧૯) ગરમ ચામાાં અરડુસીનો રસ અને સહેજ સાંચળ નાખી પીવાથી જાડો કફ છુટો પડી જાય છે.

(૨૦) અરડુસીનો કાઢો પીવાથી મુત્રાઘાત મટે છે.

(૨૧) વાસાદી ક્વાથ : 

અરડુસી, રાક્ષ અને હરડે આ ત્રણે ઔષધના સરખા વજને-સરખા ભાગે બનાવેલા અડધા કપ જેટલા ઉકાળામાાં ત્રણ ચમચી મધ અને એક ચમચી સાકર મેળવીને સવાર-સાાંજ બે વખત પીવામાાં આવે તો રક્તપીત્ત, ક્ષય, ઉધરસ, શ્વાસ-દમ, જુની શરદી વગેરે કફના રોગો મટે છે. જીણવજ્વર, કફનો જ્વર અને પીત્તજ્વર પણ મટે છે.

THANK YOU
LIKE AND SHARE

No comments:

Post a Comment