Sunday, 19 May 2019

અગત્સ્ય હરીતકી અવલેહ અને અગર ના ઉપયોગો

અગત્સ્ય હરીતકી અવલેહ અને અગર


અગત્સ્ય હરીતકી અવલેહ :

ઉત્તમ પ્રકારનુાં આ ચાટણ એકથી બે ચમચી સવાર-સાાંજ ખાલી પેટે લેવાથી ક્ષયરોગ, દમ, ઉધરસ, શરદી, એલર્જી જેવા કફના રોગો અને સાંગ્રહણી જેવા રોગોમાાં લાભ થાય છે. આ ઔષધ ઉત્તમ રસાયણ પણ હોવાથી ચામડીની કરચલીઓ પડવી, અકાળે વાળ સફેદ થવા, વાળ ખરવા વગેરે વીકૃતીઓમાાં પણ હીતાવહ છે. એ બળસ્થ, વીયવવધવક તથા શરીરના વણવને સુધારનાર છે. દુધ કે ઘી સાથે તેનુાં સેવન કરવાથી ઉત્તમ પ્રકારની પુષ્ટતા પ્રાપ્ત થાય છે. લગભગ દરેક ફામવસીમાાં એ મળે છે.

અગથીયો અગથીયો મધ્યપ્રદેશ, બાંગાળ, મુાંબઈ અને ગાંગા-જમનાની આસપાસના પ્રદેશોમાાં ખાસ થાય છે. વધુ પાણીવાળી જમીનમાાં તેનાાં ઝાડ પુશ્કળ ઝડપથી વધે છે અને ૧૫થી ૩૦ ફુટ જેટલાાં ઉાંચાાં થાય છે. એનાાં વૃક્ષોનુાં આયુષ્ય સાતથી આઠ વષવનુાં જ હોય છે. એના પર ચાંરકળા જેવાાં વળાાંકયુક્ત સુાંદર ફુલો આવે છે. ફુલનાાં વડાાં, ભજીયાાં અને શાક થાય છે. એનાાં પાાંદડાાંની પણ ભાજી થાય છે.

અગથીયો ભુખ લગાડનાર, ઠાંડો, રુક્ષ, મધુર અને કડવો તેમ જ ત્રીદોષનાશક છે. તે ઉધરસ, દમ, થાક, ગડગુમડ, સોજા અને કોઢ મટાડે છે. તેનાાં ફુલ જુની શરદી અને વાતરક્ત-ગાઉટ મટાડનાર છે. એની શીંગો બુદ્દીવધવક, સ્મૃતીવધવક તથા સ્વાદમાાં મધુર હોય છે. એનાાં પણોવ અને ભાજી તીખી, કડવી, કૃમી, કફ, ખાંજવાળ મટાડે છે. એનાાં ફુલ કડવાાં, તુરાાં, થોડાાં શીતળ અને વાયુ કરનાર છે. અગથીયો સળેખમ અને રતાાંધળાપણુાં દુર કરે છે.

(૧) અગથીયાના પાનના ૨૦૦ ગ્રામ રસ વડે ૧૦૦ ગ્રામ ઘી સીદ્દ કરી અડધીથી એક ચમચી ઘી દરરોજ રાત્રે દુધ સાથે લેવાથી રતાાંધળાપણુાં અને આાંખોની બીજી નબળાઈ મટે છે.

(૨) માયગ્રેન-આધાશીશીમાાં જે બાજુ માથુાં દુખતુાં હોય તેની બીજી બાજુના નાકમાાં અગથીયાના પાનનો રસ ચાર-પાાંચ ટીપાાં પાડવાથી અથવા ફુલોનો રસ પાડવાથી થોડી વારમાાં જ દુખાવો મટી જશે.

(૩) અગથીયાનાાં પાાંદડાાંના રસનાાં ટીપાાં નાકમાાં પાડવાથી સળેખમ, શરદી, શીરોઃશુળ અને ચોથીયો તાવ મટી જાય છે.

(૪) કફના રોગોમાાં અગથીયાના પાાંદડાાંનો રસ એકથી બે ચમચી જેટલો લઈ તેમાાં એક ચમચી મધ મીશ્ર કરી સવાર-સાાંજ પીવો.

(૫) રાતા અગથીયાનો રસ સોજા ઉપર લગાડવાથી સોજા ઉતરી જાય છે.

(૬) વાયુની વૃદ્દીવાળુાં શરીર હોય તો રાતા અગથીયાના મુળની છાલ ચણાના બે દાણા જેટલી પાનના બીડામાાં મુકી રોજ બપોરે જમ્યા પછી ખાવાથી વાયુનો પ્રકોપ શાાંત થાય છે.

અગર : 

અગરનાાં વૃક્ષો બાંગાળના વાયવ્ય ઈલાકા સીલહટ તરફ જાંટીય પવવત પર અને તેની આસપાસ થાય છે. આસામમાાં ઘણા પવવતો પર તથા મલબાર, કણાવટક તરફ પણ આ વૃક્ષો થાય છે. અગરનાાં વૃક્ષો મોટાાં અને બારેમાસ લીલાાંછમ રહે છે. તેનાાં પાાંદડા અરડુસીનાાં પાાંદડાાં જેવાાં જ હોય છે. આ વૃક્ષને ચૈત્ર-એપ્રીલ માસમાાં ફુલ આવે છે. તેનાાં બીજ શ્રાવણ-ઓગસ્ટમાાં પાકે છે. તેનુાં લાકડુાં કોમળ અને અાંદર રાળ જેવો સુગાંધી પદાથવ ભરેલો હોય છે. અગર સુગાંધી, (આથી તે ધુપ અને અગરબત્તીમાાં પણ વપરાય છે) ઉષ્ણ, કડવો, તીખો, ચીકણો, રુચી ઉત્પન્ન કરનાર, પીત્તકારક, તીક્ષ્ણ, વાયુ, કફરોગો અને કણવરોગ તથા કોઢ અને ત્વચા રોગનાશક છે. અગર લેપ અને તેલમાાં વપરાય છે.

ઉત્તમ ઔષધ અગરને મહષી ચરકે શરદી અને ખાાંસી મટાડનાર માનેલ છે. સુશ્રુત લખે છે કે, અગર વાયુ અને કફનાશક, શરીરનો રાંગ સુધારનાર, ખાંજવાળ અને કોઢ તથા ચામડીના રોગોનો નાશકતાવ માનેલ છે. અગરની લાકડીના નાના ટુકડાઓ પાણીમાાં ઉકાળી તે પાણી પીવાથી તાવમાાં લાગતી વારાંવારની તરસ ઓછી થાય છે. એને વાઈ-એપીલેપ્સી, ઉન્દ્માદ, અપસ્મારમાાં પરમોપયોગી ગણે છે. એ ગરમ પ્રકૃતીવાળાને હાનીકારક છે.

આધુનીક મત પ્રમાણે તે વાતવાહીનીઓને ઉત્તેજક છે. વાતરક્ત અને આમવાતમાાં તે અપાય છે. અગર અને ચાંદનની ભુકી સરખે ભાગે મીશ્ર કરી આખા શરીરે ચોળવાથી શરીરની આાંતરીક ગરમીનુાં શમન થાય છે. અગર, ચાંદન અને લીમડાની છાલનુાં સરખા ભાગે ચુણવ કરી તેનો પાણીમાાં બનાવેલો લેપ કરવાથી સોજા અને સાાંધાનો દુખાવો મટી જાય છે.

Subscribe and get update to new things.
Like and Comment
Thank You

No comments:

Post a Comment