Sunday, 19 May 2019

know about ajmo and its benefits.

અજમો 

અજમો અને તેના ફાયદા 

સામાન્દ્ય રીતે દરેક ઘરમાાં મસાલારુપે વપરાતો અજમો સ પ્રકારના અન્નને સરળતાથી પચવામાાં મદદરુપ થાય છે. આમ તો અજમો આખા દેશમાાં થાય છે પણ બાંગાળ, દક્ષીણ ભારત અને પાંજાબમાાં તેનુાં ઉત્પાદન વધારે છે. અજમાના આશરે એકથી બે ફુટ ઉાંચા છોડ થાય છે. એનો ઔષધમાાં પુષ્કળ ઉપયોગ થાય છે. આ અજમામાાંથી એક પ્રકારનુાં સત્ત્વ કાઢવામાાં આવે છે. તેને અજમાના ફુલ કહે છે. જે મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમા બને છે.

અજમો સ્વાદમાાં તીખો, સહેજ કડવો, રુચી ઉત્પન્ન કરાવનાર, ફેફસાની સાંકોચ-વીકાસ ક્રીયાનુાં નીયમન કરનાર, ઉત્તમ ઉત્તેજક, બળ આપનાર, શરીરના કોઈ પણ ભાગમાાં થતા સડાને અટકાવનાર, દુગાંધનાશક, વ્રણ-ચાાંદાાં-ઘા મટાડનાર, કફ, વાયુના રોગો મટાડનાર, ગભાવશયને ઉત્તેજીત કરનાર અને કૃમીનાશક છે. એ ગરમ, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, આહાર પચાવનાર, પીત્ત કરનાર, તીક્ષ્ણ, લઘુ, હૃદય માટે હીતકર, મૈથુન શક્તી વધારનાર, મળને સરકાવનાર, ગેસ મટાડનાર, વાયુથી થતા મસા-પાઈલ્સ, કફના રોગો, ઉદરશુળ, આફરો, સ્નાયુ ખેંચાવા, કરમીયા, શુક્રદોષ, ઉદરના રોગો, હૃદયના રોગો, બરોળના રોગો અને આમવાતનો નાશ કરે છે. અજમો મુત્રપીંડને ઉજાવ આપનાર અને શક્તીવધવક છે.

અજમામાાં ૭.૪ ટકા ભેજ, ર૪.૬ ટકા કાબોવહાઈડ્રેટ તથા ૨૧.૮ ટકા ક્ષાર હોય છે. તેમાાં કેલ્શીયમ, ફોસ્ફરસ, લોહ, પોટેશીયમ, સોડીયમ, રીબોફ્લોવીન, નીકોટીનીક એસીડ ઉપરાાંત થોડી માત્રામાાં આયોડીન અને અન્દ્ય તત્ત્વ મળી આવે છે.

(૧) શીળસમાાં અજમા સાથે ગોળ આપવાથી લાભ થાય છે.

(૨) અજમાનુાં પા(૧/૪)થી અડધી ચમચી ચુણવ અને તેનાથી અડધો સાંચળ કે સીંધવ પાણી સાથે રોજ સવારે અને રાત્રે લેવાથી ઉપરની બધી તકલીફ મટે છે.

(૩) શરીરમાાં કોઈ પણ જાતની દુગાંધ સડાથી ઉત્પન્ન થાય છે. દાાંતના સડાને લીધે મોાંમાાંથી, નાકમાાંથી, વળી ફેફસામાાં સડેલા કફને કારણે શ્વાસમાાંથી, યોનીના સ્રાવમાાંથી, અપાનવાયુની વાછુટથી કે કાનમાાં સડો થવાથી આવતી કોઈ પણ દુગાંધ દુર કરવા અજમાનો ઉપયોગ કરી શકાય. સોપારી જેટલો ગોળ અડધી ચમચી અજમા સાથે જમ્યા પછી ખુબ ચાવીને ખાવાથી મોટા ભાગની દુગાંધ દુર થાય છે.

(૪) ઉકળતા પાણીમાાં અજમો નાખી, ઠાંડુ પાડી એ પાણીથી વ્રણ ધોવાથી વ્રણની દુગાંધ દુર થાય છે.

(૫) જુની કબજીયાતને લીધે મળ સડવાથી દુગાંધ હોય, જેથી વાછુટ પણ દુગાંધ મારતી હોય છે. આમ મળ, વાછુટ, કફ, શ્વાસ કે દાાંતની દુગાંધને દુર કરવા અડધી ચમચી અજમો રોજ રાત્રે મુખવાસની જેમ ખુબ ચાવીને ખાવો. પીત્તવાળાએ સાકર મેળવીને ખાવો. અજમા સાથે થોડો સાંચળ લેવાથી ઉત્તમ પરીણામ મળે છે.

(૬) અડધી ચમચી અજમાનુાં ચુણવ ફાકી ઉપર અડધો કપ નવશેકુાં પાણી ધીમે ધીમે પીવાથી શરદી-સળેખમ, કફના રોગો, માંદાગ્ની, અરુચી, અપચો, ગેસ, ઉદરશુળ વગેરે મટે છે.

(૭) અજમાનુાં ચુણવ કપડામાાં બાાંધી સુાંઘવાથી બાંધ નાક ખુલી જાય છે, સુગાંધ ન આવતી હોય તો ફરી આવવા લાગે છે અને માઈગ્રેનમાાં ફાયદો થાય છે.

(૮) બહુમુત્રતાની તકલીફ હોય તો અડધી ચમચી અજમો એક ચમચી કાળા તલ સાથે ખુબ ચાવીને સવાર-સાાંજ ખાવાથી મટી જાય છે.

(૯) અડધી ચમચી અજમો અને એક ચમચી સાકર ખુબ ચાવીને ખાવાથી શરીરની આાંતરીક ગરમી મટે છે.

(૧૦) પ્રસુતી પછીના જ્વરમાાં અજમાનો ઉપયોગ અત્યાંત હીતકારક છે.

(૧૧) શ્વાસરોગમાાં અને કફની દુગાંધ તથા કફના જુના રોગોમાાં અજમો નવશેકા પાણી સાથે લેવાથી સારો ફાયદો થાય છે.

Subscribe and get update to new things
Like and Comment
Thank You

No comments:

Post a Comment