Thursday, 23 May 2019

There are two such herbs whose benefits are many. CLICK HERE FOR MORE INFORMATION

એવી બે ઔષધિ જેના ફાયદા છે અનેક 

અળસી 

 (૧) એક ચમચી અળસીના બીજ અને એક ચમચી જેઠીમધનો ભુકો કરી એક ગ્લાસ જેટલા પાણીમાાં નાખી ઉકાળવુાં. અડધા કપ જેટલુાં રવ બાકી રહે ત્યારે ઉતારી, ઠાંડુાં પડે ત્યારે ગાળીને સવાર-સાાંજ પી જવુાં. આ ઉકાળો ન ભાવે તો તેમાાં થોડી સાકર નાખીને પીવાથી મુત્રમાગવની ગરમી-બળતરા, મુત્રકષ્ટ, મુત્રાવરોધ તથા કફના રોગો શાાંત થાય છે.

(૨) અળસીનુાં અને એરાંડાનુાં તેલ સરખા ભાગે મેળવી-મીશ્ર કરી કાાંસાના પાત્રમાાં ખલીને તેનુાં અાંજન કરવાથી ખુબ સારી ઉાંઘ આવે છે.

(૩) અળસીનો લોટ કરી દુધમાાં અથવા પાણીમાાં કાલવી તેમાાં થોડી હળદર નાખીને ગરમ કરી, સહન થાય એવી ગરમ પોટીસ ગુમડા પર કે ગાાંઠ પર બાાંધવી. આ રીતે દીવસમાાં ૩થી ૪ વખત પોટીસ બાાંધવાથી ગુમડુાં પાકીને ફુટી જાય છે.


અશેળીયો 

એકથી દોઢ ફુટ ઉાંચા અશેળીયાના છોડ ભારતમાાં બધે જ થાય છે. એ કડવો, તીખો અને ગરમ છે. તેનાાં બી રાઈના દાણા જેવાાં છીંકણી-રાતા રાંગનાાં સાાંકડાાં, લાંબગોળ, ચમકતાાં, સુાંવાળાાં અને ટોચ પર ચપટાાં હોય છે. બજારમાાં એ મળે છે અને ઔષધમાાં વપરાય છે. એમાાં ૨૮ ટકા જેટલુાં તેલ હોય છે.

અશેળીયો વાયુનો નાશ કરનાર, બળ વધારનાર, ધાવણ વધારનાર, કટીશુળહર, વાયુ અને કફના રોગોમાાં હીતાવહ, હેડકી શાાંત કરનાર અને પુષ્ટીકારક છે.


(૧) અશેળીયાની ઘીમાાં બનાવેલી રાબ પીવાથી પ્રસુતી જલદી થઈ જાય છે. આ રાબ પીવાથી હેડકી પણ શાાંત થઈ જાય છે, ધાવણ વધે છે, ભુખ લાગે છે અને સ્વાસ્થ્ય સારુાં રહે છે. એનાથી કમરનો દુ:ખાવો પણ મટે છે.

(૨) અશેળીયાના બીજનો લેપ કરવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટે છે. સાાંધાના સોજા પર પણ એનો લેપ કરી શકાય.

(૩) અશેળીયાનાાં બી ખાવાથી યકૃત અને બરોળના લોહીનો જમાવ દુર થાય છે.

(૪) સાંધીવા, કટીશુળ અને ઘુાંટણના દુખાવામાાં એની રાબડી પીવાથી રાહત થાય છે.

(૫) સ્ત્રીઓને જલદી પ્રસુતી કરાવવામાાં પણ એની રાબડી વપરાય છે.

(૬) શીયાળામાાં પુષ્ટી માટે વસાણામાાં પણ એ નાખવામાાં આવે છે.

(૭) અશેળીયો ગરમ અને અનુલોમન ગુણવાળો હોવાથી અપચાને લીધે થતી ઉલટી અને હેડકી મટાડે છે.

(૮) એક ગ્લાસ જેટલા દુધમાાં એક ચમચી અશેળીયાનાાં બી ઉકાળી બરાબર એકરસ થાય તેવી ખીર બનાવી ખાવાથી વાયુના રોગો મટે છે.

(૯) બાળકોને એ ખીર આપવાથી બાળકો હૃષ્ટપુષ્ટ થાય છે.

(૧૦) એનાથી કમર મજબુત થાય છે. ધાતુ પુષ્ટ થાય છે અને રાાંઝણ અને કટીશુળ મટે છે.

(૧૧) આ ખીર પ્રસુતાને બે મહીના સુધી ખવડાવવાથી ધાવણ વધે છે અને બાળકનો બાાંધો મજબુત બને છે.

(૧૨) એક ચમચી અશેળીયાનાાં બી એક ચમચી સાકર સાથે રોજ રાત્રે લઈ ઉપર દુધ પીવાથી મૈથુનશક્તી વધે છે-વાજીકરણ અને રસાયન ઔષધ જેવી અસર થાય છે.

THANK YOU
LIKE AND SHARE

No comments:

Post a Comment