Saturday, 8 June 2019

Healthy Reva Sizzling Rampage Treatment CLICK HERE FOR MORE INFORMATION

આદુ


આદુ ચોાંટી ગયેલા મળને તોડનાર અને નીચે સરકાવનાર, ભારે, તીક્ષ્ણ, ઉષ્ણ, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, તીખુાં, પચ્યા પછી મધુર, રુક્ષ, વાયુ અને કફ મટાડનાર, હૃદય માટે હીતાવહ અને આમવાતમાાં પથ્ય છે. રસ તથા પાકમાાં શીતળ છે. આદુ આહારનુ પાચન કરનાર, આહાર પર રુચી કરાવનાર અને કાંઠને હીતકર છે.
એ સોજા, શરદી, ઉધરસ, શ્વાસ જેવા કફના રોગો, ગળાના રોગો, કબજીયાત, ઉલટી અને ઉદરશુળને મટાડે છે.

આદુનો મુરબ્બો, અવલેહ અને પાક બનાવવામાાં આવે છે; તથા આદુમાાં મીઠુાં અને લીંબુનો રસ મેળવી અથાણુાં બનાવવામાાં આવે છે.

(૧) આદુ કાાંજી અને સીંધવ કે મીઠા સાથે લેવાથી પાચક, અગ્નીદીપક, કબજીયાત તથા આમવાતનો નાશ કરનાર છે.

(૨) બે ચમચી આદુનો રસ, બે ચમચી લીંબુનો રસ અને ૧/૪ ચમચી સીંધવ જમતાાં પહેલાાં લેવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, મુખ અને હૃદયની શુદ્દી થાય છે, સ્વરભેદ (અવાજ બેસી જવો), ઉધરસ, દમ, અપચો, અરુચી, મળાવરોધ, સોજા, કફ, વાયુ અને માંદાગ્ની મટાડે છે.

(૩) ભોજનની પહેલાાં નમક અને આદુ સવવ કાળે પથ્ય છે. એ જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, રુચી ઉપજાવનાર અને જીભ તથા કાંઠને સાફ કરે છે.

(૪) આદુ કોઢ, પાાંડુરોગ, મુત્રકૃચ્છ-અટકી અટકીને પેશાબ થવો, રક્તપીત્ત, વ્રણ-ચાાંદાાં, જ્વર અને દાહ હોય ત્યારે અને ગ્રીષ્મ તથા શરદ ઋતુમાાં આદુ હીતકારી નથી.

(૫) ચણા જેવડા આદુના પાાંચ-છ ટુકડા એક ગ્લાસ પાણીમાાં નાખી ઉકાળવા. અડધુાં પાણી બાકી રહે ત્યારે ઉતારી, ગાળીને એટલુાં જ દુધ અને એક ચમચી સાકર નાખી સામાન્દ્ય ચાની જેમ ધીમે ધીમે સવાર-સાાંજ પીવાથી કફ, શરદી, ઉધરસ, માથાનો દુખાવો તેમ જ કમર અને છાતીની પીડા મટે છે.

આદુ તીક્ષ્ણ અને ઉષ્ણ હોવાથી આ ઉપચારથી શરીરના સુક્ષ્મ માગોવના અવરોધો દુર થાય છે. આહારનુાં યોગ્ય પાચન થાય છે અને રસ, રક્તાદી ધાતુઓની વૃદ્દી થતાાં શરીર સ્વસ્થ, સુાંદર બને છે.

પીત્તના રોગોમાાં અને પીત્ત પ્રકૃતીવાળાએ આ ઉપચાર ન કરવો.

(૬) બાળકો, યુવાનો, વૃદ્દો, સગભાવ અને પ્રસુતા સ્ત્રીઓ બધા નીભવયતાથી આદુનો ઉપયોગ કરી શકે છે; છતાાં ત્વચાના રોગોમાાં, કાંઈ વાગ્યુાં હોય ત્યારે, લોહીની ઉણપ હોય, ગરમીની પ્રકૃતી હોય, મુત્ર કે જનન તાંત્ર વીષયક રોગ હોય કે એસીડીટી રહેતી હોય તો આદુનો પ્રયોગ કરવાથી હાની થાય છે. એમાાં આદુ ન લેવુાં.

(૭) આદુના રસમાાં પાણી અને સાકર નાખી પાક કરવો. તેમાાં કેસર, એલચી, જાયફળ, જાવાંત્રી અને લવીંગ જરુર પુરતાાં નાખી કાચની બરણીમાાં ભરી રાખવો. આ પાક ઉધરસ, દમ, અગ્નીમાાંદ્ય, અરુચી અને પાચન માટે ઉપયોગી છે.

(૮) આદુના રસમાાં લીંબુનો રસ અને સીંધવ નાખી લેવાથી અજીણવ દુર થઈને જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે. વળી એનાથી ઉદરનો વાયુ-ગેસ અને મળબદ્દતા દુર થાય છે, આમવાત મટે છે.

(૯) પેટ અજીણવથી ભારે થઈ ગયુાં હોય તો સુાંઠ અને જવખારનુાં ચુણવ ઘી સાથે ચાટવુાં.

(૧૦) બે ચમચી આદુનો રસ અને બે ચમચી મધ મીશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે ચાટવાથી દમ, વરાધ અને કફના રોગો મટે છે.

(૧૧) અલ્સર-ચાાંદા સીવાયના તમામ ઉદર રોગોમાાં ચાર ચમચી આદુનો રસ પાણીમાાં નાખી સવાર-સાાંજ પીવો. ચાર ચમચી આદુનો રસ, બે ચમચી મધ મેળવી સવાર-સાાંજ પીવાથી વૃષણનો વાયુ દમ, ખાાંસી, અરુચી અને શરદી મટે છે.


આદુનો અવલેહ (ચાટણ)

૫૦૦ ગ્રામ આદુ છીણી પેસ્ટ બનાવી ૫૦૦ ગ્રામ ઘીમાાં ધીમા તાપે હલાવતાાં હલાવતાાં શેકવુાં. શેકતાાં લાલ રાંગનુાં થાય ત્યારે તેમાાં ૫૦૦ ગ્રામ ગોળની ચાસણી મીશ્ર કરી ખુબ હલાવી બાટલીમાાં ભરી લેવુાં. આ ચાટણથી ભુખ લાગે છે, ભોજન પર રુચી પેદા થાય છે, વજન વધે છે તથા કફ દુર થાય છે. ગભાવશયના દોષ અને અનીયમીત માસીકમાાં પણ ખુબ હીતકર છે. પ્રસુતાએ આ ચાટણ એક-દોઢ માસ સુધી લેવુાં જોઈએ, જેથી ગભાવશયમાાં બગાડ રહી જતો નથી.

DON'T FORGET 
TO LIKE AND SUBSCRIBE 

No comments:

Post a Comment